ગોધરા સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીના સગાના મોબાઈલ ફોનની ચોરીનો બનાવ સામે આવ્યો છે. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના બામરોલી મુવાડાના કમલેશ બારીયાએ ફરિયાદ નોંધાવી કે તેમની પત્ની પ્રસૂતિ બાદ વોર્ડ નં. 21માં દાખલ હતી. રાત્રિના સમયે અજાણ્યા ઈસમ વોર્ડમાં ઘૂસી તેમની પાસેનો રૂ. 10 હજારની કિંમતનો મોબાઈલ ચોરી લઈ ગયો. પીડિતે શોધખોળ કરી છતાં મોબાઈલ ન મળતાં 21 ઓગસ્ટે ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. પોલીસે અજાણ્યા ઈસમ સામે ગુનો દાખલ કર્યો છ