જૂનાગઢ જિલ્લામાં ગિરનાર પર્વત, સાસણ ગીર સહિતના અનેકવિધ પ્રવાસન સ્થળો આવેલા છે. જેનું ઐતિહાસિક, સામાજિક અને ધાર્મિક દ્રષ્ટિએ ખુબ જ મહત્વ રહેલું છે. જૂનાગઢ જિલ્લામાં પ્રવાસન હબ તરીકે વિકસિત કરવાના રાજય સરકારશ્રી તરફથી સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.જુનાગઢ જિલ્લાના ચોરવાડ બીચ ઉપર આગામી વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહર્તનો કાર્યક્રમ સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા અને ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠીયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.