6 સપ્ટેમ્બરના રોજ સવારે 10 કલાકે ધરોઈ ડેમથી પાણી છોડવાનું ઓછું થતાં વડાલી કોઝવેની હાલત સામે આવી છે. સતત પાણીનો મારો હોવાથી રોડ સંપુર્ણ ધોવાયને તૂટી ગયો છે . સાવધાનીના ભાગરૂપે વડાલી રોડ પર સાબરકાંઠા પોલીસના જવાનો તૈનાત કરાયા છે. આ રોડ સંપુર્ણ તૂટી જતાં સતલાસણાથી વડાલી,ઈડર સહિતના ગામોના લોકોને નાના વાહનો સાથે ભારે વાહનોને મોટો ફેરો પડી રહ્યો છે.. ઘણા દિવસો બાદ પાણીનો પ્રવાહ કોઝવેથી નીચે ઉતરતા કોઝવેના દ્રશ્યો સામે આવ્યા છે.