અરવલ્લી જિલ્લામાં આગામી 29 - 8 - 2025 થી 31- 8 - 2025 દરમિયાન નેશનલ સ્પોટ્સ ડે ની ઉજવણી થવાની છે જે સમય દરમિયાન અલગ અલગ રમતોનું આયોજન કરવામાં આવનાર છે શાળાઓમાં તેમજ નગરપાલિકા વિસ્તારમાં વિવિધ રમતો તેમજ સાયકલ રેલી સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જિલ્લા કલેકટરે તમામ લોકોને રમતોમાં જોડાવા અપીલ કરી છે