નવસારીના પૂર્ણા નદી ઓવરબ્રિજ પરથી ભારે વાહનો અને અવરજવર માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડીને પ્રતિબંધ લગાવ્યો હતો પરંતુ અહીંથી આ ટ્રક જઈ રહ્યો હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. એટલે કે આ જાહેરનામાનો ભંગ થતું નજરે ચડી રહ્યું છે.