મુસાફરોને સારી સુવિધાઓ મળે તે માટે સરકાર સતત એસટી વિભાગમાં સુધાર કરી રહી છે. મંગળવારે સવારે 11 વાગ્યે દહેગામ બસ સ્ટેન્ડ ખાતેથી દહેગામ-સુંધામતા બસને ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. દહેગામ મારવાડી ભીલ સમાજની બસ ચાલુ કરવા માગ હતી જે માગ અંતર્ગત બસ શરૂ કરવામાં આવી છે. જે કાર્યક્રમમાં ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, નપા પ્રમુખ વૈશાલીબેન, ડેપો મેનેજર, આગેવાનો હાજર રહ્યા હતા.