ઘોઘંબા નજીક રણજીતનગર સ્થિત ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીના સીએફસી પ્લાન્ટમાં આજે સવારે ગેસ લીકેજ થતા વિસ્તારમા ખળભળાટ મચ્યો હતો. પોલીસ, ફાયર બ્રિગેડ અને જીડીસીબીની ટીમે તાત્કાલિક પહોંચી નિયંત્રણ મેળવ્યું. સદનસીબે 12 કામદારો સુરક્ષિત રહ્યા અને કોઈ જાનહાનિ નથી. થોડા દિવસ પહેલાં થયેલી ગેસ લીકેજની ઘટનામાં બેના મોત થતા સ્થાનિકોમાં ચિંતા છે. આજની ઘટનાથી ગામલોકોમાં ભય ફેલાતા મોટી સંખ્યામાં ભેગા થયા, જેના કારણે વધારાની પોલીસ બોલાવવી પડી.