અમદાવાદમાં સાબરમતી નદીએ રોદ્ર રૂપ ધારણ કર્યું છે. ધરોઈ ડેમ અને સંત સરોવરમાંથી પાણી છોડાતા રિવરફ્રન્ટ પર પાણી ફરી વળ્યા છે. AMC ઊંઘતું રહ્યું ને રિવરફ્રન્ટ પર પાણી ફરી વળ્યું છે. જે રિવરફ્રન્ટના વોક વે પર પહેલાં સહેલાણીઓ સાયકલ ચલાવતા જોવા મળતા હતા ત્યાં હવે પાણી અને સાપ જોવા મળી રહ્યા છે. પાણીના ધસમસતા પ્રવાહમાં બુલેટ ટ્રેનની કામગીરીનો સામાન પણ તણાઈ ગયો હતો.