ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકામાં ભારત આદિવાસી સંવિધાન સેના (BTS) દ્વારા નગરપાલિકાનાં વિરોધમાં આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે.આ આવેદનપત્ર ડાંગ જિલ્લાના પ્રમુખ નિલેશ ઝાંબરેની આગેવાની હેઠળ સુબીર તાલુકા વિકાસ અધિકારીને આપવામાં આવ્યુ હતુ.આ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, ડાંગ જિલ્લાની 98% વસ્તી આદિવાસી છે. અને આ વિસ્તાર ભારતનાં બંધારણની પાંચમી અનુસૂચિ હેઠળ આવે છે.