નવસારીના મુનસાડ ગામમાં લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા યુગલનો કિસ્સો કરુણ અંતે પરિણમ્યો છે. રાજુ હળપતિએ તેની લિવ-ઇન પાર્ટનર સંગીતા હળપતિની ચપ્પુથી હત્યા કરી નાખી. બાદમાં પોતે પણ ખેતરમાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. આ અંગે મળતી માહિતી મુજબ રાજુ હળપતિએ મુનસાડ ગામના ખેતરમાં સંગીતા પર આડેધડ ચપ્પુના ઘા ઝીંક્યા હતા. હત્યા બાદ તે ફરાર થઈ ગયો હતો. જોકે બાદમાં તેનો પણ મૃતદેહ મળ્યો.