This browser does not support the video element.
ગાંધીધામ: સુભાષનગરમાં રોડ બનાવવાનું કામ શરૂ કરાતાં લોકોને રાહત
Gandhidham, Kutch | Aug 26, 2025
ગાંધીધામમાં સુભાષ નગરના રોડ મુદ્દે આગેવાનો દ્વારા રજૂઆત કરાતાં કોર્પોરેશને તાકિદે કાર્યવાહી શરૂ કરી હતી, જેને લઈને વિસ્તારના લોકોએ રાહત અનુભવી હતી. સુભાષ નગરના હોટલ એમ્પાયરથી ઈમરજન્સી કોલ સેન્ટર સુધીનો રોડ અત્યંત ખરાબ હાલતમાં હોઈ નાગરિકોની મુશ્કેલીને ધ્યાનમાં લઈ પુર્વ પ્રમુખ તેજસ શેઠ, દિવ્યાબેન નાથાણી, એકે સિંહ, ભરતભાઈ મીરાણી,અનિતાબેન દક્ષિણી, કમલભાઈ શર્મા, ગોમતીબેન પ્રજાપતિ, નયનાબેન હિંગના વગેરે દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.