કાળા કાચ અને નંબર પ્લેટ વગર દોડતા વાહનો સામે હવે પોલીસની મેગા ડ્રાઇવ .ગુજરાત પોલીસ દ્વારા 3 સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બર સુધી નંબર પ્લેટ વગરની કે તૂટેલી/ભૂસેલી નંબર પ્લેટના વાહનો તેમજ ગાડીના કાળા કાચ ધરાવતા વાહનચાલકો સામે કાર્યવાહી કરશે.ગુજરાત પોલીસે પરિપત્ર જાહેર કરીને રાજ્યના તમામ શહેરમાં કાર્યવાહી કરવા આદેશ અપાયા. ગાંધીનગરના કુડાસણ વિસ્તાર ની અંદર પણ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી