બોટાદ શહેર મા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્રારા જનરલ હોસ્પિટલ આયુર્વેદ શાખાના સહયોગ થી આજરોજ ઢાંકણીયા રોડ, પકા શેઠની વાડી ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું નિશુલ્ક આયોજન કરવામાં આવેલ હતું. આયુર્વેદ શાખાના આ નિશુલ સર્વરોગ નિદાન કેમ્પમાં આશરે 150 થી વધુ લોકોએ આરોગ્યની ફ્રી માં સારવાર કરાવેલ આજના યોજાયેલા આ નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તેમજ નરેન્દ્ર મોદી વિચાર મંચના હોદ્દેદારો તેમજ કાર્યકરો પણ સહયોગમાં જોડાયા હતા