ચલાલા તેમજ,વડિયા ખાતે ઈદે મિલાદની ભવ્ય ઉજવણી ખૂબ જ ઉમંગ અને ઉત્સાહ સાથે કરવામાં આવી હતી.આ પ્રસંગે શહેરના તમામ સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા એકતા અને ભાઈચારા નું પ્રતિબિંબ દર્શાવતા ભવ્ય ઝુલુસનું આયોજન કરવામાં આવ્યું.શહેરના મુખ્ય માર્ગો પરથી નીકળેલા આ ઝુલુસમાં હજારોની સંખ્યામાં સમાજના લોકો પરિવાર સહિત સામેલ થયા હતા. નાના બાળકો થી લઈને વૃદ્ધો સુધી, સૌ કોઈએ ધાર્મિક શાન અને શ્રદ્ધાથી ઝુલુસમાં હાજરી આપી..