માલપુર પંથકમાં એક દિવસના વિરામ બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો.ખલીકપુર,કોઠી અને બાપુનગર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.અણિયોર નગરમાં તો વરસાદી પાણી રસ્તા પર ભરાઈ જતા નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા.વરસાદથી ખેડૂતોમાં ખુશી છવાઈ હતી,જ્યારે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.