બગસરાના જુની હળીયાદ ગામે પ્રૌઢાને ગાળો બોલીને જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી.બનાવ અંગે ડાયબેન ગોવિંદભાઈ દાફડાએ યોગેશભાઈ બાલાભાઈ દાફડા, મુકેશભાઈ બાલાભાઈ દાફડા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમના દિકરાના દિકરાએ આરોપીની મોટાભાઈને ઈજા કરી હતી. જે અંગેનું મનદુખ રાખી તેમના ઘરે આવી ગાળો બોલીને જાનથી મારવાની ધમકી આપી હતી.