થરાદ સ્થિત જાગેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસની પૂર્ણાહુતિ નિમિત્તે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. મંદિરમાં છેલ્લા એક મહિનાથી શ્રાવણ માસની પવિત્ર પૂજા ભક્તિભાવપૂર્વક ચાલી રહી છે. આ પ્રસંગે બ્રાહ્મણો માટે બ્રહ્મ ચોર્યાસીનું આયોજન કરવામાં આવ્યું છે.મંદિરમાં છેલ્લા પાંચ વર્ષથી નિયમિત શિવ યજ્ઞનું આયોજન થઈ રહ્યું છે. આ યજ્ઞનું આયોજન ધુડા ભાઈ રાજપૂત દ્વારા કરવામાં આવે છે. યજ્ઞની પૂર્ણાહુતિ શ્રાવણ અમાવસ્યાના દિવસે કરવામાં આવશે.