આજે તારીખ 04/09/2025 ગુરુવારના રોજ સવારે 9 કલાકે દાઢીયા ખાતે સ્મશાનની હાલત દયનીય હોવાથી લોકોને હાલાકી.ઝાલોદ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 1 મા આવેલ દાઢીયા મુકામે રહેતા સ્થાનિકો દ્વારા સ્મશાન બનાવવા માટે લોકમાંગ ઉભી થયેલ છે. હાલ નગરપાલિકા વિસ્તારમાં આવેલ દાઢીયા મુકામે ત્યાં રહેતા સ્થાનિકોના કહેવા મુજબ અહીંયા વર્ષો થઈ ગયા પણ સ્મશાન છે જ નહીં અને જે સ્મશાન છે તેની હાલત જોતા લાગે છે કે આઝાદીના 77 વર્ષ ઉપરાંત થઈ ગયા છતાંય સુવિધાઓથી વંચિત.