શહેરના કોઠારીયા સોલ્વન્ટ પાસેના મચ્છોનગરમાં રહેતી સપના પુનાભાઈ મકવાણા (ઉ.વ.15) તા.2-10ના રોજ તેના ઘેરથી નિકળ્યા બાદ પરત નહી આવતા તેના પરીવારે શોધખોળ બાદ આજીડેમ પોલીસને જાણ કરી હતી. દરમ્યાન ગઈકાલે કોઠારીયા ગામે ગોવર્ધન પાનની સામે વાડીના કુવામાંથી તરૂણીની લાશ મળી આવી હતી. કોઠારીયા ફાયર સ્ટેશન ટીમના લી.ફા.રવજીભાઈ સોલંકી, ફા.ઓ. લીલેશ પરમાર, પારસ હઠીલા, દેવેન્દ્રસિહ ચોહાણ, વિક્રમ પરમાર, ડ્રાઇવર ચંદુભાઇ સાવલિયા દોડી ગયા હતા. મૃતદેહ બહાર કાઢી તેની ઓળખ