છોટાઉદેપુર જીલ્લાના ક્વાંટ તાલુકાના તુરખેડા ગામે રોડ ન હોવાના કારણે જે પ્રસૂતિ દરમિયાન મહિલાનું દુઃખદ અવસાન થયું હતું. સરકારે ગ્રામજનોની માંગણીને ધ્યાને લઈ રસ્તાના કામ મંજૂર કર્યો હતો. હાલમાં તૂરખેડા ગામમાં રસ્તા બનાવવાની કામગીરી ચાલી રહી છે. એમાં મુખ્ય રસ્તા થી જે ગિરમટીયા ફળિયા સુધી નો રસ્તો અને બશકરીયા ફળિયા સુધી નો રસ્તો જેમાં જંગલની જમીન આવેલી છે. પરંતુ ફોરેસ્ટ વિભાગની જમીન હોવાના કારણે તે રસ્તો બન્યો નથી.