મલ્ટીપલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન વિકાસ સંસ્થા દ્વારા ઝઘડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કર્મચારીઓ માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મિતેશભાઇ પઢીયાર નવનીતભાઈ પટેલ રિટાયર્ડ મામલતદાર તેમજ જનકબેન પરમાર અને વિજયભાઈ વસાવા ગામ પંચાયતના સભ્ય હાજર રહ્યા હતા સંસ્થા દ્વારા કર્મચારીઓને પ્રોત્સાહન મળે તે માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝઘડિયામાં આ સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો.