થરાદ રેફરલ હોસ્પિટલથી મુખ્ય બજાર જવાના માર્ગ પર ભારે પાણી ભરાયા છે. મુખ્ય બજારથી રેફરલ હોસ્પિટલ તરફ હાઇવે તરફ જતાં માર્ગ પર પણ પાણી ભરાવાને કારણે વાહનચાલકોને ભારે અડચણો પડી રહી છે. બજારમાં જતાં નાગરિકો તેમજ આજુબાજુના વિસ્તારોમાં રહેલા લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે.