Download Now Banner

This browser does not support the video element.

અડાજણ: સુરતમાં રોગચાળાનો વધુ એક ભોગ: રાંદેરમાં 7 વર્ષીય બાળકીનું બે દિવસના તાવ બાદ મોત

Adajan, Surat | Aug 21, 2025
સુરત શહેરમાં રોગચાળાએ વધુ એક નિર્દોષનો ભોગ લીધો છે. રાંદેરના રામ નગર વિસ્તારમાં રહેતી 7 વર્ષીય બાળકી ક્રિષ્ના સોલંકીનું માત્ર બે દિવસના તાવ અને ઉલટી બાદ અચાનક મોત થતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. બાળકીને કોઈ ગંભીર બીમારી ન હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે આ બનાવ વધુ દુઃખદ બન્યો છે.મૂળ ભાવનગરના રાજુલાના વતની હેતલ સોલંકી રાંદેરમાં પોતાના બે પુત્રી અને એક પુત્ર સાથે રહે છે અને ઘરકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.
Read More News
T & CPrivacy PolicyContact Us