માંડવી પોલીસ ની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે રામભાઈ ખીમરાજભાઈ તથા કિરણભાઈ વિરમભાઇને જુગાર અંગે બાતમી મળતા સ્થળ પર તપાસ કરતાં ગાલાનગર નજીક બની રહેલા નવા શોપિંગ સેન્ટર પાસે ખુલ્લામાં જુગાર રમતા જીતુ મોહન કોલી, નથુ રાણા કોલી, મીતાબેન નથુભાઈ કોલી ,પાર્વતીબેન મુકેશભાઈ કોલી, લક્ષ્મીબેન જયરામ ઠાકોર ને 27,120 રૂપિયા ના મુદ્દા માલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી માહિતી સાંજે 7:00 કલાકે પ્રાપ્ત થયેલ છે.