આજે તારીખ 11/09/2025 ગુરુવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં દાહોદ જિલ્લા કલેકટર કચેરી ખાતે કાયદો અને વ્યવસ્થા, લેન્ડ ગ્રેબીંગ તેમજ રોડ સેફ્ટી અને મહેસૂલી જેવા મહત્વના મુદ્દાઓને લઈ બેઠક યોજાઈ.આ બેઠક દરમિયાન માસિક સમીક્ષા હાથ ધરવામાં આવી હતી તેમજ હાજર અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી.આ ઉપરાંત મહેસૂલી અધિકારીઓની અલગ બેઠક પણ યોજાઈ હતી. જેમાં RFMS, CM ડેશબોર્ડ, ડિજિટલ ગુજરાત, IORA અને E-ધરા જેવા વિવિધ પોર્ટલોની કાર્યપદ્ધતિ અને કામગીરીની સમીક્ષા કરાઈ.