હળવદ તાલુકાના ચાડધ્રા ગામની સીમમાં લખુભાઈ મોહનભાઇ ટાપરિયાની વાડીએ જેસિંગભાઈ નરસીભાઈ રાણેવાડીયા ઉ.63 રહે.ચાડધ્રા નામના વૃદ્ધ કોઈ કારણોસર ખડ મારવાની ઝેરી દવા પી જતા પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા તા.10ના રોજ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.