સુરતમાં આજે સવારથી ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ખાસ કરીને ઉધના-નવસારી રોડ પર પરિસ્થિતિ ગંભીર બની હતી, જ્યાં લગભગ એક કિલોમીટર સુધીનો એક તરફનો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.આ ભારે વરસાદના કારણે રોડ પર ઘૂંટણ સુધી પાણી ભરાયા હતા, જેનાથી વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઘણા નાના વાહનો પાણીમાં બંધ પડી ગયા હતા, જેના લીધે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ હતી.