ગોધરા શહેરના વડોદરા રોડ પર પોપટપૂરા ગામ નજીક 29 સપ્ટેમ્બરે બાઈકચાલક મોહસીનને પાછળથી આવી રહેલી કારએ ટક્કર મારી હતી. અકસ્માતમાં મોહસીનને માથા, ખભા અને આંખમાં ઈજા થઈ હતી. કારચાલક ટક્કર બાદ કાર લઈને ફરાર થઈ ગયો હતો. મોહસીનના પિતા અહેમદ હુસૈન મુગલે ગોધરા તાલુકા પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસએ કારના નંબરના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.