નવસારી જિલ્લાના નવા પોલીસ વડા તરીકે રાહુલ પટેલે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે. પૂર્વ જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલની વડોદરા ખાતે બદલી થતાં, તાપી જિલ્લાના પોલીસ વડા તરીકે ફરજ બજાવતા રાહુલ પટેલને નવસારીમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં થયેલા પોલીસ અધિકારીઓના બદલીના રાઉન્ડમાં નવસારી જિલ્લામાં પણ બદલાવ આવતા પોલીસ બેડામાં મહત્વપૂર્ણ ફેરફારોની શક્યતાઓ ઉભી થઈ છે.