નવસારી જિલ્લાના વાંસદા વિધાનસભાના ધારાસભ્ય અનંત પટેલે વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોના વળતર મુદ્દે આંદોલનની શરૂઆત કરી છે. વાંસદા તથા ચીખલી તાલુકાના કુલ 29 ગામોમાં વાવાઝોડાથી ઘરો તથા ખેતીને ભારે નુકસાન થયું હતું. છતાં રાજ્ય સરકાર તરફથી માત્ર 30 લાખ રૂપિયાની સહાય મંજૂર થતા અનંત પટેલે આ પેકેજને અસરગ્રસ્તો સાથેની મજાક ગણાવી હતી. આ સાથે મંગળવારે સવારે11 કલાકેરેલી કાઢી હતી.