ભારતીય જનતા પાર્ટી (BJP) મહેસાણા જિલ્લા દ્વારા આજે કોંગ્રેસ અને આરજેડીના નેતાઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા અંગે કરવામાં આવેલી કથિત અપમાનજનક ટિપ્પણીના વિરોધમાં કાર્યક્રમ યોજાયો હતો. આ ટિપ્પણીઓને દેશની સંસ્કૃતિ અને નૈતિકતાનું અપમાન ગણાવીને ભાજપના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. મહેસાણાના ટાઉનહોલ પાસે ધરણા કાર્યકમ યોજવામાં આવ્યો હતો.