વિધાનસભા ખાતેથી રાજ્ય સરકારના પ્રવક્તા મત્રીએ ભારે વરસાદને લઈને માહિતી આપતા જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે 16 થી 17 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે। મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે રાજ્ય સરકારે સ્થાનિકોને મુશ્કેલી ન થાય તે માટે તત્કાળ કામગીરી શરૂ કરી છે। વિધાનસભા અધ્યક્ષ શકરભાઈ ચૌધરીએ વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને પરિસ્થિતિ નિરીક્ષણ કરી.