સુરતમાં તહેવાર દશેરાના શુભ અવસરે નવા વાહનોની ખરીદી કરવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. આજે સવારથી જ તમામ વાહનોના શો રૂમ પર ગ્રાહકોની લાંબી કતારો લાગી છે. એક અંદાજ મુજબ, આજના એક જ દિવસે આશરે ૫,૦૦૦થી વધુ નવા વાહનોની ખરીદી થવાની શક્યતા છે, જે વાહન બજાર માટે એક મોટો ઉત્સાહજનક સંકેત છે.