નવરાત્રીના પ્રથમ દિવસે આજરોજ તા. 22/09/2025, સોમવારે સવારે 11 વાગે ધોળકા ખાતે નવી નગરપાલિકા નજીક આવેલ ગામના જુના પ્રવેશદ્વારે આવેલ જય તબુકલી માતાજીના મંદિરે હોમ હવન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધોળકા નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ મકવાણા અને ચીફ ઓફિસર પ્રાર્થનાબા રાઠોડ ઉપરાંત ધર્મેન્દ્રસિંહ વાઘેલા સહિતના ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.