ભિલોડાના સુનોખ પંથકમાં ભારે વરસાદ વરસ્યો છે. વાશેરા કંપા વિસ્તારમાં 3 ઇંચથી વધુ વરસાદ થવાથી આસપાસના ખેતરોમાં તળાવ જેવા દ્રશ્યો સર્જાયા છે. વાશેરા કંપા–શોભયડા વચ્ચેનો ક્રોઝવે છલકાતા માર્ગ બંધ થઈ ગયો છે, જેના કારણે લોકો બંને તરફ અવરજવર કરવા અસમર્થ બન્યા છે.