મોરબીના મુખ્ય માર્ગો પર આજે સવારે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. મોરબીના પુલના છેડાથી શરૂ થઈને વીસી ફાટક થઈ ગેસ્ટ હાઉસ રોડ સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. સામાન્ય રીતે વન-વે રહેતા ગેસ્ટ હાઉસ રોડ પર વાહનોની અવરજવર બંને તરફથી શરૂ થતાં ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ હતી. સામસામે વાહનો આવી જતાં રસ્તો બ્લોક થઈ ગયો હતો.