સુરત: આ વર્ષે ગણેશોત્સવ પર્વની ઉજવણીમાં સુરત શહેરના પાલ વિસ્તારમાં આવેલા સોમચિંતામણી રેસિડેન્સી સોસાયટીના લોકોએ ગણપતિ બાપ્પાની વિસર્જન યાત્રાને એક અનોખો ઓપ આપ્યો હતો. સામાન્ય રીતે ટ્રક કે અન્ય વાહનોમાં વિસર્જન યાત્રા નીકળતી હોય છે, પરંતુ આ સોસાયટીના રહીશોએ બાપ્પાને પાટા વગર ચાલતી ટ્રેનમાં બેસાડીને વિસર્જન યાત્રા કાઢી હતી, જે આકર્ષણનું કેન્દ્ર બની હતી.વિસર્જન યાત્રામાં મોટી સંખ્યામા લોકો ઉત્સાહભેર જોડાયા હતા.