વેજલપુર પોલીસ સ્ટેશન નો સ્ટાફ જનરલ બીટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે તેઓને બાતમી મળી કે ઘુસર ચોકડી પાસે રહેણાંક મકાનમાં ગીતાબેન ગણપતભાઈ બારીયા ભારતીય બનાવટનો વીદેશી દારૂનો જથ્થો રાખી છુટક વેચાણ કરે છે જે આધારે પોલીસે રેડ કરી ત્યારે પ્રથમ ખંડ ના ખુણા માંથી કાળી પ્લાસ્ટીક ની થેલી મા વિદેશી દારૂના પ્લાસ્ટિકના ક્વાર્ટર નંગ ૧૫ મળી આવ્યા હતા જેની કિંમત રૂ 1695/ ગણી ગીતાબેન ગણપતભાઈ બારીયા સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.