બુધવારના 6:30 વાગ્યાની આસપાસ કરાયેલા રેસ્ક્યુ ની વિગત મુજબ પારડી તાલુકાના દમણે ઝાપા પાસે રહેતા બાબુભાઈ પટેલના ઘરે કબાટમાં સાપ નજરે પડતા ઘટનાની જાણ જીવ દયા ગ્રુપના સભ્યોને કરવામાં આવી હતી. તેઓ ઘટના સ્થળે પહોંચી કોબ્રા સાપ નો રેસ્ક્યુ કરી વન વિભાગ ને જાણ કર્યા બાદ જંગલ વાળા વિસ્તારોમાં છોડી દેવામાં આવ્યો હતો.