મહુવા તાલુકાના વલવાડા ખાતે ઉનાઈથી નીકળેલા માતાજીના પદયાત્રી ભક્તો માં ના રથ સાથે વલવાડા ખાતે આવી પહોંચતા મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન માટે ઉમટ્યા હતા.વલવાડા બસ સ્ટોપ નજીક પહોંચતા શ્રી અંબિકા માય મંડળ વલવાડા દ્વારા સેવા કેન્દ્ર ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આવી પહોંચેલા રથના ભાવિક ભક્તો એ દર્શન કરી વલવાડા ટાઉનમાં સૌ કોઈ ભક્તો ગરબે ઘૂમ્યા હતા.ત્યારબાદ માતાજીની ભવ્ય આરતી બાદ આ રથ પદયાત્રીઓ સાથે અંબાજી તરફ જવા રવાનો થયો હતો.