વડોદરા : શહેર પોલીસ વિભાગ દ્વારા ફીટ ઈન્ડિયા મુવમેન્ટ અંતર્ગત સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સાયકલ રેલીને વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા જેલ રોડ પોલીસ ભુવન ખાતેથી લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. આ સાયકલ રેલીમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા.