વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં રિચ સિરામિક નામના કારખાના પાછળ આવેલા પાણીના હોકળામાં ડૂબી જવાથી એક અજાણ્યા 35 થી 40 વર્ષીય પુરુષનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા મૃતક યુવાનની લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી મૃતક યુવકની ઓળખ તથા મોતનું કારણ જાણવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે….