પાટણ જિલ્લાના હારીજ તાલુકાના કાતરા ગામમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. કાતરા ગામના રહેવાસી ધરતીબેન જગદીશજી ઠાકોર (ઉંમર 22)એ મકોડા મારવાની ઝેરી દવા પી લીધી હતી. ઘટના 9 સપ્ટેમ્બર 2025ના રોજ સવારે 9 વાગ્યે બની હતી.ધરતીબેને કાતરા ગામની સીમમાં આવેલા છાપરામાં રાખેલી મકોડા મારવાની ઝેરી દવા પી લીધી હતી. આ ઘટનામાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું. યુવતીના ભાઈ સંજયજી ખોડાજી ઠાકોરે આ અંગેની જાણ પોલીસને કરી હતી. પોલીસે ઘટનાની નોંધ લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી