13 સપ્ટેમ્બરના રોજ રાતે 11:15 કલાકની સ્થિતી મુજબ ધરોઈ ડેમના તમામ દરવાજા બંધ કરીને ધરોઈ ડેમનું રુલ લેવલ જાળવી રાખવામાં આવ્યું છે. 619 ફુટના રૂલ લેવલ પર હાલ ડેમને નિયંત્રણ કરવામાં આવ્યો છે. વરસાદના વિરામ બાદ પાણીની આવક હવે માત્ર નજીવી હોવાથી દરવાજા ખોલવામાં નથી આવ્યા. છેલ્લી સ્થિતી મુજબ ડેમ 619.91 સુધી ભરાયો ત્યારે 3 દરવાજા ખોલાયા હતા ત્યારબાદ કોઈ દરવાજા ખોલાયા નથી. ધરોઈ તંત્રના અધિકારીઓ દ્વારા સુંદર કામગીરી કરવામાં આવતા સાબરમતીમાં પુરનો ખતરો ટળ્યો