મોરબી : મોરબીમાં સારો વરસાદ વરસતા જીકીયાળી ગામ પાસે આવેલ ઘોડાધ્રોઈ ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ 100 ટકા ભરાઈ જતા હાલ 1 દરવાજો 1 ફૂટ ખોલવામાં આવ્યો છે અને નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે.