છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના નવલાજા રેનઘા મધ્ય પ્રદેશ અને મહારાષ્ટને જોડાતો ૧૫ કિલોમીટરના રોડ ઉપર ઠેર ઠેર ખાડા પડી ગયા છે. ગુજરાત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રને જોડતા રસ્તા ઉપર ઠેર ઠેર ખાડા પડી જતા વાહન ચાલકો અને લોકો હેરાન પરેશાન થયા છે. પંદર કિલોમીટરના માર્ગ ઉપર ઠેર ઠેર ખાડા પડી ગયા છે. છેલ્લા દસ વર્ષથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. દરરોજ અહીંયાથી હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે.