વડોદરા : શહેરના ખાસવાડી સ્મશાન રોડ ઉપરથી અગાઉ મિલકત સંબંધી ગુનાઓમાં પકડાયેલા શાહરુખ ખાન પઠાણ અને જાવીદ ખાન ઉર્ફે માચો પઠાણને ઓટોરિક્ષામાં અને તેઓ પાસે રહેલા શંકાસ્પદ મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા હતા તેમની પાસે રહેલા મુદ્દા માલ અંગે તપાસ કરતા થોડા દિવસો પહેલા ઇલોરાપાર્ક શાકમાર્કેટ પાછળ એક બંધ દુકાનનું શટર તોડી તેમાંથી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.બનાવને પગલે ક્રાઈમ બ્રાન્ચે બંને ઈસમોની અટકાયત કરી વધુ કાર્યવાહી માટે ગોરવા પોલીસને હવાલે કર્યા હતા.