સાબરકાંઠાની મેશ્વો નદી બે કાંઠે વહેતી થતા વાહન વ્યવહાર ખોરવાયો, ગ્રામજનો મુશ્કેલીમાંતલોદ નજીક આવેલા આંત્રોલી ગામ નજીકથી પસાર થતી મેશ્વો નદીમાં ઉપરવાસના ભારે વરસાદને પગલે તળે ભયજનક સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા ત્રણ દિવસથી નદીમાં સતત ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. ભારે પાણીના પ્રવાહને કારણે મેશ્વો નદી એક કાંઠાથી બીજે કાંઠે વહેતી થઈ ગઈ છેઆંત્રોલીથી રામપુરા તરફ જતા ડીપ બ્રીજ પર પાણી ફરી વળતાં વાહન વ્યવહાર પૂરી રીતે ઠપ થઈ ગયો છે.