અમેરિકાના ડલાસમાં એક ભયાનક હત્યાની ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે. અહીં એક ભારતીય વ્યક્તિનું માથું 4 મિનિટમાં 60થી વધુ ઘા મારીને ધડથી અલગ કરી દેવામાં આવ્યું છે. આ ક્રૂર ઘટનાનો CCTV ફૂટેજ પણ સામે આવ્યો છે, જેમાં આરોપી કપાયેલા માથાને ફૂટબોલની જેમ લાત મારતો જોવા મળે છે.મૃતક 50 વર્ષીય ચંદ્રમૌલી નાગમલૈયા હતા, જેઓ મૂળ દક્ષિણ ભારતના હતા.