પોલો ગ્રાઉન્ડ ખાતે ગણેશ ભક્તોની હાલાકી, કાદવ-કીચડમાં ગણપતિની મૂર્તિ લેવા મજબૂર વડોદરા શહેરના પોલો ગ્રાઉન્ડ ખાતે ગણેશ ચતુર્થીના પર્વ નિમિત્તે ગણેશ ભક્તોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં કાદવ અને કીચડનું સામ્રાજ્ય ફેલાયેલું છે, જેના કારણે ભક્તોને પોતાના પ્રિય ગણપતિ બાપ્પાની મૂર્તિઓ ઘરે લઈ જવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.આ સ્થિતિને કારણે ગણેશ ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.